વડિયા તાલુકા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા આવેદન અપાયું

વડિયા ચૂંટણી આવતા જ સામાજિક આગેવાનો, ખેડૂત સંગઠન,કર્મચારી સંગઠનો અને અન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સરકાર સામે ધોકા પછાડતા જોવા મળે છે. ગુજરાત રાજ્યના અન્ય કર્મચારી મંડળોની જેમ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વવારા પણ પોતાની પડતર માંગણીઓ બાબતે વડિયા મામલતદાર ને આવેદનપત્ર આપી સરકાર પાસે નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી. આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર હાલ તેમનું વેતન 1600,1400,500અને 300રૂપિયા છે જે અન્ય રાજ્યો કરતા ખુબ જ નીચું છે જે અન્ય રાજ્યો જેટલું ચૂકવવા માં આવે,બાળકો ને નાસ્તા માટે અલગથી જથ્થો અને પેશગી આપવામાં આવે,મોંઘવારી વધતા કુકીંગ કોસ્ટ માં વધારો કરવામાં આવે,આ યોજનાનુ ખાનગીકરણ થતુ બંધ કરવામાં આવે. આવી માંગણીઓ સાથે મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા આવેદનપત્ર આપી તારીખ 15/09સુધીમાં નિરાકરણ લાવવા માંગણી કરાઈ છે. જો નિરાકરણ નહિ આવે તો 19/09ના રોજ ગાંધીનગર મુકામે ધરણા અને 20/09થી મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવાની ચીમકી ઉચારવામા આવી છે. હવે આવનારા સમયમાં સરકાર કેટલા મંડળો ની કઈ કઈ માંગણીઓ સ્વીકાર