વડિયા નજીક અમરનગર ગામ પાસે એસટી બસ પલ્ટી ખાઈ ગઇ

  • બસને બે દિવસથી વકેશોપ પર સ્ટેરીંગના કામ માટે રોકાયેલી હોય આજે જ બપોરે બસ વકેશોપ માથી કામ કરાવી આવી હતી : સદનસીબે જાનહાની ટળી

વડિયા, સલામત સવારી એસટી અમારી સમજીને મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે કાયાકને ક્યાંક વર્કશોપની બેદરકારી થી એસટી બસોમાં દુર્ઘટનાઓ સર્જાતી હોઈ છે એવીજ એક ઘટના જેતપુર ડેપોની એસટી બસ જે જેતપુર વડિયા જેતપુર જે અમરનગર થી વાસાવડ જતા રસ્તામાં એસટી બસના સ્ટેરિંગનો રોડ નો ગુટકો તૂટી જતા ડ્રાઈવરે સમય સુુુચકતા નેલીધે મસમોટી દુર્ઘટના ટળી હતી જોકે આ એસટી બસમાં પાંચેક જેટલા મુસાફરો હતા અને આ મુસાફરોને દ્રાઈવરે મહામહેનતે બહાર કાઢયા હતા આ એસટી બસનો રોડ તૂટતા એસટી બસ પ્રથમ પુલઉપરથી નીચે ખાબકે તે પહેલાજ દ્રાઈવરે સમયસુચકતાના લીધે એસટી બસ પુલ પરથી પસાર થઈને રોડ નીચે ઉતરી ગઈ હતી જોકે આ બસના મુસાફરોને કોઈ ઇજાઓ પહોંચી ન હતી તેમજ દ્રાઈવરે પોતાનો સમયચૂકતાના લીધે મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટના સરકારના સૂત્રને લાંછન સમાન માની શકાય છે કારણ આ એસટી બસ છે બે દિવસથી વર્ક સોંપમાં કામગીરીઓમા હતી અને આ બસમાં દુર્ઘટના સર્જાતા વર્કશોપની કામગીરીઓ સામે પણ સવાલ ઉદ્દભવી રહયા છે ત્યારે જેતપુર ડેપો મેનેજરે લુલો બચાવ મરીને અન્ય કામગીરીઓમાં એસટી બસ હતીનું જણાવ્યું હતુંં