વડિયા નજીક ઢગ લઈને જતો ટેમ્પો પલ્ટી મારતા 27 ને ઈજા

વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા થી ભેસાણ રોડ પર ઢોળવા ગામે તરફ ના રસ્તે બપોર ના સુમારે બાબરા તાલુકા ના ગરણી ગામેથી ઢોળવા ગામે દીકરી ના પિયર ના લોકો તેના વેવાઈ ને ત્યાં લગ્ન પ્રસંગ માં ઢગ લઈને આવેલ કોળી પરિવાર લોકો પરત ફરતી વખતે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ થી નીચે ઉતરી જતા ટેમ્પો પલ્ટી માર્યો હતો. આ ટેમ્પો માં મોટી સંખ્યામાં લોકો સવાર હોય ને ટેમ્પો પલ્ટી મારતા તેમાંથી કુળ સતિયાવિશ જેટલાં લોકોને ઇજા થતા થોડા સમય માટે અફડા તફડી મચી હતી. તમામ ને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર માટે ખાસેડવામાં આવ્યા હતા.અને તે પરિવાર ના સગા સબંધીઓ પણ દોડદોડ થયા હતા. આવતી કાલે ઢોળવા થી બાબરા ના ગરણી ગામે જાન લઈને જવાની હોય તેના આગળ ના દિવસે દીકરી ના પરિવાર અને સગા ઢગ લઈને ગરણી ગામે થી ભેસાણ તાલુકા ના ઢોળવા ગામે આવ્યા હતા અને પરત ફરતા સમયે ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાતા ચિંતા ના વાદળો છવાયા હતા પરંતુ ફક્ત એક જ વ્યક્તિ ને નાક ના ભાગે ઇજા થતા જેતપુર સારવાર માટે મોકલવા પડ્યા હતા બાકી કોઈ મોટી ઇજાના થતા બંને પરિવારો એ રાહત નો શ્વાસ લીધો હતો.