વડિયા નજીક દેવગામનાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયું

અમરેલી,
વડીયાના દેવગામમાં મેહુલભાઇ પરસોતમભાઇ રાદડીયા ઉ.વ.35 તથા તેમના પત્ની ભુમિકાબેન છેલ્લા પાંચ વર્ષથી સુરત રહેતા હોય.અને તા.25/11ના બંને વચ્ચે ઝઘડો થતા ભુમિકાબેન તેના પિયર જસદણના વેરાવળ ગામે આવતા રહેલ હોય.મેહુલભાઇ દેવગામ આવેલ જેથી આ પ્રશ્ર્ને સમાધાનના પ્રયત્ન કરતા સમાધાન થયેલ ન હોય.અને પત્ની ભુમિકા આવતી ન હોય જેથી પોતાને લાગી આવેલઅને એકલવાયા જીવનથી કંટાળી પોતાના ઘરે પોતાને મેળે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું રમેશભાઇ ભીખાભાઇ રાદડીયાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.