વડિયા ના મોરવાડા ગામે સિંહ પરિવાર ના ધામા, સિંહણ ના પગે ઇજા વન તંત્ર કુંભકર્ણ નિદ્રા માં ઉંઘતું હોય તેવી સ્થિતિ

વડિયા, વડિયા વિસ્તાર માં સિંહ પરિવાર ના આટાફેરા સાથે કાયમી વસવાટ માટે મન મનાવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.સમગ્ર વિસ્તાર માં અનેક જગ્યાએ આટાફેરા ના સમાચાર બાદ હાલ વડિયા ના મોરવાડા ગામે ઘણા સમય થી સિંહ પરિવાર માં એક સિંહણ અને બે બચ્ચા વસવાટ કરી રહ્યા છે.ત્યારે આ વિસ્તાર ના ખેડૂતો ના જણાવ્યા અનુસાર આ સિંહણ અને બે બચ્ચા ના વસવાટ થી ખેતી ક્ષેત્ર માં ભૂંડ અને રોજ નો ત્રાસ પણ પણ ઓછો થયો છે. આ સિંહ પરિવાર નો કોઈ માનવીય રંજાડ કે હેરાનગતિ પણ જોવા મળતી નથી. તેથી આ વિસ્તાર માં કાયમી વસવાટ કરવા લાગ્યા હોય ત્યારે સિંહ પ્રેમીઓ માં પણ ખુશી છે. પરંતુ સ્થિક લોકો દ્વારા આ સિંહણ ને ઘાયલ સ્વરૂપ માં જોવા મળતા તેમની ચિંતા માં વધારો થયો છે. ત્યારે ફોરેસ્ટ (વન )વિભાગ ને આ બાબતની જાણ કરેલ હોય કે અહિ સિંહ નો વસવાટ છે.આ વિસ્તાર ના લોકો દ્વારા એક વાઇરલ કરાયેલા વિડિઓ મુજબ સિંહણ એક પગ થી લંગડી ચાલતી જોવા મળી રહી છે ત્યારે તે સિંહણની તાત્કાલિક સારવાર કરવી ખુબ જ જરૂરી છે.સ્થાનિક ના જણાવ્યા અનુસાર આ બાબતે વન વિભાગ ને પણ સિંહ ના વસવાટ બાબતે જાણ કરાઈ છે.પરંતુ વનવિભાગ દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કે દેખરેખ રાખતી હોય તેવુ જોવા મળ્યું નથી. ત્યારે દેશની શાન ગણાતા સિંહની સારવાર પ્રત્યે વન વિભાગના ઓરમાયા વર્તન થી લોકોમાં પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. વાસ્તવ માં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક બાજુ દેશ સિંહ ના વસવાટ માટે ગર્વ લે છે અને બીજી બાજુ ઘાયલ સિંહણની સારવાર માટે કોઈ વન વિભાગના લોકો પણ ફરકતા પણ નથી અને સિંહણ ના પગના ભાગે ઇજા હોય તેની સારવાર વહેલી તકે કરવામાં આવે તેવી સિંહ પ્રેમી ભયલુભાઈ બસીયા દ્વારા વિડિઓ વાઇરલ કરી માંગણી કરાઈ રહી છે. આ બાબતના વિડિઓ પણ સોશ્યલ મીડિયા માં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે કુંભકર્ણ નિદ્રા માં સુતેલા વડિયા કુંકાવાવ વિસ્તાર ના વન વિભાગ આ બાબતે કયારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.