વડિયા પંથકમાં ગર્ભપાતની દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થતા પુર્વ મંત્રી શ્રી ઉંધાડે અવાજ ઉઠાવ્યો

અમરેલી,વડીયા પંથકમાં મેડિકલ સ્ટોર દ્વારા તબીબની સૂચના વગર ગર્ભપાત કરવાની દવાઓનું ખૂલ્લેઆમ વેચાણ કરવાનં મોટું કારસ્તાન ચાલતું હોવાના મુદ્દે પૂર્વમંત્રીએ અવાજ ઊઠાવ્યો છે અને આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી સાથે ઊચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.આ અંગે અમરેલીમાં પૂર્વમંત્રી બાવકુ ઉંધાડ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવાયું છે સરકાર દ્વારા સ્ત્રી અને પુરુષનો જન્મદર વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે અને બેટી બચાવો અભિયાન પણ ચલાવવામાં આવી રહૃાું છે. બીજી તરફ વડીયામાં રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા લોકો દ્વારા છ કે તેથી વધુ માસનો ગર્ભ હોય તેવા ગર્ભનો ગર્ભપાત કરાવવાની દવાઓનું ગેરકાયદેસર રીતે ખૂલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહૃાું છે અને તેનું કોઈપણ પ્રકારનું રજિસ્ટર મેન્ટેઈન થતું નથી કે દવા ખરીદ્યાનું અને વેચ્યાનું બીલ પણ હોતું નથી. આ એવી દવાઓ છે કે જેથી મહિલાને નુકસાન થઈ શકે છે તેથી ડોક્ટરની સલાહથી જ તે વેચી શકાય છે.
પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું કે, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના પૂર્વ ચરમેનના મેડિકલ સ્ટોરમાં ખોરાક અને ઓૈષધ નિયમન વિભાગ દ્વારા ચેકીંગ કરાયા બાદ તેને નોટિસ અપાઈ હતી અને 10 દિવસ માટે લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હતું. આ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા ભાજપ પ્રમુખના લેટરપેડ ઉપર રાજ્ય સરકરને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કર્યાનું પણ જણાવાયું છે.