વડિયા પંથકમાં હિંસક પ્રાણીઓ દ્વારા ઘોડીના વછેરાનું મારણ

વડિયા,
અમરેલી જિલ્લા ના છેવડાના તાલુકા મથક એવા વડિયા ના ગ્રામીણ વિસ્તાર મોરવાડા અને આસપાસ ના રેવન્યુ વિસ્તાર માં છેલ્લા થોડા દિવસ થી જંગલી હિંસક પશુઓ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરવાડા ગામમાં એક ખેડૂત ની ઘોડી નાવછેરા નુ મારણ કર્યા નુ જોવા મળતા આ સમગ્ર વિસ્તાર માં સિંહનુ ટોળુ હોવાનુ સાંભળવા મળી રહ્યું છે. જોકે ભૂતકાળ માં પણ અહિ સિંહ વસવાટ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હાલ મોરવાડા ગામે વછેરી નુ મારણ થતા હાલ સમગ્ર વિસ્તાર માં ખેતી સાથે જોડાયેલા લોકો પોતાના ખેતરમાં કામકાજ કરવા કે પિયત માટે જવા ડર અનુભવી રહ્યા છે. ત્યારે જંગલી પશુ ના મારણ થી સમગ્ર વિસ્તાર ના ખેડૂતો માં ભયનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જે કોઈ જંગલી પશુઓ હોય તેને પકડવાની તજવીજ હાથ ધરવા લોક માંગણી જોવા મળી રહી છે.તો બીજી બાજુ આ જંગલી પશુની પંજવણી ના થાય તે માટે પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.