વડિયા પોલીસની ગ્રામીણ વિસ્તાર માં દારૂના વેચાણ અને દારૂડિયા પર તવાઈ

  • એક જ દિવસ માં ત્રણ દારૂ વેચનાર અને દારૂડિયા દિંગડોંગ હાલત માં પકડાયા

વડિયા,
અમરેલી જિલ્લા માં પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ના કડક વલણ થી દારૂ, જુગાર અને ગેરકાનૂની પ્રવુતિઓ પર મહદ અંશે કાબુ આવ્યો છે. હજુ ગ્રામીણ વિસ્તાર માં છૂટો છવાયો દારૂ ના વેચાણ અને વર્ષ નો અંતિમ દિવસ એવા 31જા ની પાર્ટીની ઉજવણી માં પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ગુજરાતીઓ પણ લાલ પાણી લેતા થયા છે એટલે હાલ આ તારીખ નજીક આવતા પોલીસ પણ આવા બુટલેગરો અને દારૂડિયા ને ઝડપવા એક્ટિવ બની છે.
વડિયા પોલીસ દ્વવારા ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારતા દેશી દારૂ ના વેચાણની બાતમીના આધારે માયાપાદર ગામેથી કાંતાબેન કનુભાઈ સોલંકી ના ઘરે થી ચાર (4)લીટર દેશી દારૂ, અનિડા ગામે થી જયદીપ જીવાભાઈ વાળા ને ત્યાંથી પાંચ (5)લીટર દેશી દારૂ, દેવલકી ગામે થી વાડી વિસ્તાર માંથી રાહુલ વલકુભાઇ તગમડીયા ને ત્યાંથી નવ (9)લીટર દારૂ મળી આવ્યો હતો. જોકે તમામ દારૂ દેશી જ મળ્યો હતો ક્યાય થી ઇંગ્લિશ દારૂ પકડવા માં સફળતા મળી ના હતી. આ ઉપરાંત પેટ્રોલિંગ દરમ્યાન રાંદલ ના દડવા ગામે થી રસ્તા પર ડિંગડોંગ હાલત માં લડથડિયાં ખાતા બે દારૂડિયા જયરાજ મુળજીભાઈ સોલાંકી અને અશોક મનુભાઈ જસાણી ની પણ ધરપકડ કરી છે.
જેમાં દારૂ ના વેચાણ કરનાર સામે 65(ચ), (ચ)હજ મુજબ અને દારૂ પીનારા વિરુદ્ધ 66(1)(મ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. 31જા ના અનુંસંધાન માં જો હજુ પેટ્રોલિંગ વધારી સઘન ચેકીંગ કરવામાં આવે તો સરહદી જિલ્લા ના વિસ્તાર માંથી આવતા દારૂ પર લગામ લગાવી અને પકડી શકાય.