વડિયા માં છેલ્લા પાંચ દિવસ માં કોરોના ના આઠ કેસ નોંધાયા, અન્ય ત્રણ ગામમાં પણ નોંધાયા કેસ 

તંત્ર એ ડોર ટુ ડોર કામગીરી વધારી, લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવો જરૂરી
મચ્છર જન્ય રોગચાળા ના સમય માં કોવીડ કેસ આવતા તંત્ર ની ચિંતા વધી
વડિયા શહેરમાં 8 કોરોના પોઝિટિવ કેસ આવતા અમરેલી જિલ્લા આરોગ્ય ટીમ વડિયા દોડી આવી કોરોના પોઝિટિવ દર્દી ને હોમ કોરોન્ટાઈન કરાયા
આરોગ્ય તંત્ર ની અપીલ જે દર્દીઓને હોમ કોરોન્ટાઈન કરાયા છે તે ધરે રહે
વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ ને લક્ષણો દેખાય તો સામે ચાલીને હોસ્પિટલ જય કોરોના ટેસ્ટ કરાવો જોઈએ
સમગ્ર વિશ્વ,દેશ અને ગુજરાતમાં કોરોના મહામારી એ અનેક મુશ્કેલીઓનુ સર્જન કર્યું હતુ. રસીકરણ અને અન્ય પ્રયત્ન ના હિસાબે તેને રોકવામાં સફળતા પણ મળી હતી. ત્યારે ફરી કોરોના રૂપી રાક્ષસ માથુ ઉંચકતો હોય તેવા આંકડાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં તરીખ 05/07  થી તારીખ 09/07 સુધીના  પાંચ દિવસમાં આઠ( 8 )કોવીડ કેસ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત વડિયા ના ગ્રામીણ વિસ્તાર માં પણ મોરવાડા, તલાળી અને કુંકાવાવ માં કોવીડ કેસ નોંધાયા ના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોવીડ ના ચેપ ને ડામવા માટે ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવતી જોવા મળી રહી છે.સાથે લક્ષણો ધરાવતા લોકો ના સેમ્પલ પણ વધારવામાં આવ્યા છે.ત્યારે તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો કોઈ વ્યક્તિ માં જોવા મળે તો તુરંત કોવીડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.જેથી આવનારી ઉભી થતી મહામારી ને અટકાવી શકાય. હાલ ચોમાસા ને કારણે મચ્છર જન્ય રોગચાળા સાથે કોવીડનો ઉપદ્રવ વધતા આ બાબતે આરોગ્ય વિભાગ તેમની કામગીરી સઘન બનાવે તે પણ ખુબ જરૂરી