વડિયા માં ઢળતી સાંજે ધોધમાર બે ઇંચ વરસાદ

વડિયા,
સમગ્ર ગુજરાત માં મેઘરાજા એ નવરાત્રી માં વિદાઈ લીધા બાદ ફરી યુ ટર્ન મારતા ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા શહેર અને આસપાસ ના ગ્રામીણ વિસ્તાર માં ઢળતી સાંજે મેઘરાજા એ મન મૂકી ને યુ ટર્ન મારતા ધોધમાર બે ઇંચ વરસાદ સાથે મેઘરાજા ની રિટર્ન ફટકા બાજી જોવા મળી હતી. ત્યારે વડિયા ની શેરીઓ એ નદીઓના રૂપ ધારણ કર્યા હતા. આસો માસમાં ભારે વરસાદ થી ખેડૂતો ના તૈયાર થયેલા મગફળી, કપાસ અને સોયાબીન ના પાક ને વ્યાપક પ્રમાણ માં નુકશાન થતુ જોવા મળ્યું છે. તો બીજી બાજુ ખેડૂતોના મુખે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાતો જોવા મળ્યો હતો. હાલ મગફળી ના તૈયાર ને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડવા અને પશુઓના ચારા ને પલળતો બચાવવાં દોડધામ મચી હતી. પરંતુ સતત રાત સુધી વરસતા મેઘરાજા એ ખેડૂતોને પાડ્યા માથે પાટુ મર્યા જેવી સ્થિતિ નુ નિર્માણ કર્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી સમયે ખેડૂતોને થયેલા નુકશાન બાબતે નવી માંગણી સામે આવે તો નવાઈ નહિ. હવે જોવાનું એ છેકે આ અંતિમ ઓવર માં મેઘરાજા ની ફાટકા બાજી થી થયેલા ખેડૂતોને થયેલા નુકશાન માટે ક્યાં રાજકીય પક્ષના નેતા બિડુ ઝડપી ને સરકાર પાસેથી સહાય અપાવવા આગળ આવે છે. તેમજ સાવરકુંડલામાં બપોર બાદ બફારાનું પ્રમાણ વધી જતાં ધીમીધારે વરસાદ પડવાનું શરૂ થયેલ છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.