વડિયા, લીલીયા, ચલાલામાં અડધો થી પોણો ઇંચ, ધારીમાં અડધો ઇંચ વરસાદ

અમરેલી,અમરેલી જિલ્લામાં આજે પણ સવારથી સખત ઉકળાટ વચ્ચે વાદળછાયું ધુપછાવભર્યુ વાતાવરણ રહયુ હતુ અને બપોર બાદ જિલ્લામાં છુટી છવાઇ મેઘસવારી શરૂ રહી હતી વડિયા, લીલીયા, ચલાલામાં અડધો થી પોણો ઇંચ, ધારીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જયારે ગાવડકામાં ઝરમર્યો વરસાદ આવ્યો હતો અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેેલા વરસાદના આંકડાઓમાં વડિયા 17 મીમી, લીલીયા 15 મીમી, ધારી 11 મીમી વરસાદ નોંધાયો હતો.