વડિયા વિસ્તારમાં અવિરત મેઘમહેરથી સુરવો નદી બેકાંઠે : લીલા દુષ્કાળની સ્થિતિ

  • પાણીના તળ ઉપર આવતા મકાનની દીવાલો માંથી પાણી નીકળવા લાગ્યા

વડિયા,
કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે અઠવાડિયા થી ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે. જરૂરિયાત કરતા વધારે વરસાદ વરસતા સૌરાષ્ટ્ર ના તમામ ડેમ આહે ઓવરફ્લો થઇ ચુક્યા છે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વડિયા ની મધ્યમાંથી પસાર થતી સુરવો નદી છેલ્લા બે અઠવાડિયા થી સતત વહેતી જોવા મળી રહી છે. આ નદી પર આવેળા બે જળાશયો સુરવો -1 અને સુરવો -2 બંને ઓવરફ્લો છે. છેલ્લા બે દીવસ થી વરસતા અવિરત વરસાદ થી સુરવો ડેમ સતત ઓવર ફ્લો રહેતા તેના દરવાજા ખોલતા નીચાણ વાળા વિસ્તારમાં પણ મુશ્કેલી ઓ જોવા મળી રહી છે.