વડિયા સુરવો નદીમાં તણાયેલ યુવાનની લાશ મળી

  • બે યુવાનો પૈકી એકનો પગ લપસી જતા પાણીમાં તણાતા 24 કલાકની જહેમત બાદ લાશ મળી

વડિયા,

વડિયા સુરવો નદી મા ગય કાલે કપડાં ધોવા માટે ગયેલ યુવાન તણાયો હતો ગય કાલે સાંજના 6 વાગ્યા ના સમયે વડિયા સુરવો નદી ના પુલપર બે યુવાનો કપડાં ધોવા માટે ગયેલ હતા ત્યારે એક યુવાન નો પગ લપસી જતાં ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો ત્યારે મોડીરાત્રી સુધી લાશ નહી મળતા આજે સવારથી ફરી સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે સાંજના 6 વાગ્યે લાશ પાણીની અંદર એક ભેખડ સાથે અટવાયેલી હાલતમાં મળી આવી હતી યુવાન રેલવે સ્ટેશન પર બ્રોડગેજ નું કામ કરવા માટે દીલ્હી થી રોજી રોટી કમાવવા વડિયા આવેલ સદામ અબ્દુલ્લા જાતે મુસ્લિમ ઉંમર 27 છે ગય કાલ સાંજથી સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી જેમાં વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી પી એસ આઈ સામડ વડિયા ગામ પંચાયત ના તલાટી મંત્રી મહેશ રામાણી મહેશ પટોળીયા બગસરા ફાયરબ્રિગેડ ની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી ત્યારે આજે સાંજે 6 વાગ્યે લાશ મળી આવી હતી અને લાશને પીએમ કરવામાં માટે વડિયા સરકારી દવાખાને ખસેડવામાં આવી રહી છે. હાલમાં લાશને પીએમ થયા બાદ તેમના વતન દીલ્હી ખાતે લય જવામાં આવી રહી છે.