વડીયાનાં અનીડા ગામની સીમમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાઇ ગયા

  • જુગાર અંગે દરોડો પાડી રોકડ રકમ તથા વાહનો તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.1,80,250 નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,
વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં વેલજીભાઇ વલ્લભભાઇ નરોડીયાની વાડી પાસે કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમા તીન પતીનો પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ 5 શખ્સો હીમાંશુભાઇ વેલજીભાઇ નરોડીયા,મનુભાઇ લખુભાઇ હુદડ, નીજામભાઇ કાસમભાઇ પિંજરા, ઉદયભાઇ ખાન્ચંદભાઇ ગોધાણી, રાજુભાઇ અરજણભાઇ ગરણીયાને રોકડ રકમ તથા મોટર સાયકલો તથા ટાટા છોટા હાથી વાહન તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ અને 2 ઇસમો નાસી ગયેલ સીકંદરભાઇ બાબુભાઇ પઠાણ, કલ્પેશભાઇ છગનભાઇ વરીડીયા, હોય જે તમામ શખ્સોે સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને નાસી ગયેલ ઇસમોને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પોલીસે રોકડા રૂ.40,250/- તથા મોટર સાયકલ – 2 કિ.રૂ.40,000/- તથા ટાટા છોટા હાથી વાહન -1, કિં.રૂ.1,00,000/- તથા ગંજી પતાના પાના નંગ-52 કિં.રૂ.00/00 નાં મળી કુલ કિં.રૂ.1,80,250/- નો મુદામાલ કબજે કરેલ છે.