વડીયાનાં હનુમાન ખીજડીયાનાં ગ્રામજનોનું આંદોલન સફળ : રોડની કામગીરી શરુ કરાઈ

વડિયા,અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ના છેવાડા ના ગામ એવા હનુમાન ખીજડીયા થી જેતપુર જવાનો મુખ્ય માર્ગ ગેરંટી પરિયાડ માં હોવા છતાં તંત્ર ને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા અંતે અમરેલી જિલ્લા કલેક્ટર ને પણ લેખિત રજુવાત કરાઈ હતી. પરંતુ કોઈ ઈચ્છીત પરિણામ પ્રાપ્ત ના થતા અને લોકોની સમસ્યાઓ વધતા હનુમાન ખીજડીયા ના ગ્રામ જનો કોંગ્રેસી આગેવાન સત્યમ મકાણી ની નેતાગીરી અને રાહબરી નીચે મોટી સંખ્યા માં લોકો એકત્રિત થઈ ને રસ્તાની સ્મશાન યાત્રા, બેસણું જેવા કાર્યક્રમ યોજ્યા હતા. અંતે15દિવસ માં આ રોડ નુ ગેરંટી પિરિયડ માં કોન્ટ્રાકટર સતાણી દ્વારા રિફ્રેસીંગ ના થાય તો આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. ત્યારે લોકશાહી દેવના પર્વ એવા ચૂંટણી ના મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારતા મીડિયા એ પણ સમગ્ર કાર્યક્રમ ની નોંધલીધી હતી ત્યારે મીડિયા અહેવાલને પગલે જિલ્લા નુ તંત્ર સફાળું જાગ્યુ હતુ અને અનેક રજુવાત બાદ ચૂંટણી બહિષ્કારની ચીમકી કારગત નીવડી હોય તેવુ જોવા મળ્યું છે. આંદોલન ના ત્રીજા જ દિવસે કોન્ટ્રાકટર સતાણી દ્વારા હનુમાન ખીજડીયા – ચારણ સમઢીયાળા રોડ ની કામગીરી શરુ થતા બે વર્ષથી લોકોને પડતી હાલાકી ની અંત આવતા આંદોલન સફળ થયા ની ખુશી કોંગ્રેસી આગેવાન સત્યમ મકાણી અને ગ્રામજનો માં જોવા મળી હતી. હાલ આ રોડ ના રીફ્રેસીંગ નુ કામ કોન્ટ્રાકટર સતાણી પૂર્ણતા તરફ લઈ જતુ જોવા મળી રહ્યું છે.