પ્રાપ્ત વિગતો અનુસાર વડિયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામે આજે સવારના સમયે એક ખેડૂત પોતાની વાડીએ પાણી વાળવાનું કામ કાજ કરતા હતા ત્યારે અચાનક એક દિપડો વાડીએ આવી ચડ્યો અને ખેડૂત પર હુમલો કરતા ખેડુત નિલેશભાઈ ડાયાભાઇ ગજેરા ને લોહીલુહાણ કરી નાખ્યાં હતાં ખેડૂત બુમાબુમ કરતા આસપાસ ના વાડી વિસ્તારના અન્ય ખેડૂતો પણ ભેગા થય જતા દિપડો ત્યાં થી નાસી છૂટયો હતો ખેડૂતને ગળાના ભાગે અને પીઠ પર દીપડાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને લોહીયાળ સ્થિતિમા ખેડૂતને વડીયા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે બાજુની વાડીએ કામકાજ કરતા પ્રાગજીભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે વહેલી સવારે પણ દિપડો મે જોયો હતો અને અન્ય આજુબાજુ ના ખેડૂતો ને પણ જાણ કરી હતી કે દિપડો આંટાફેરા મારી રહ્યો છે માટે ધ્યાન રાખજો રેવન્યુ વિસ્તારોમાં વન્યપ્રાણીઓના આટાફેરાથી ખેડૂતોમાં ભય નો માહોલ.