વડીયાના તોરી પાસે બાઇકસવારને લુંટી લેવાયો

અમરેલી,વડીયાના તોરી ગામના ખેડુતને ત્રણ અજાણ્યા શખ્સોએ લુંટી લીધાનો બનાવ બન્યો છે. ભેસાણથી પરત આવી રહેલ તોરી ગામના ધર્મેન્દ્રભાઇ ભરતભાઇ કોટડીયા ઉ.વ.45 ની બાઇકની ચેઇન ઉતરી જતા તે ચુડા અને તોરી વચ્ચેના ગોમતી મંદિર પાસે ચેઇન ચડાવતા હતા ત્યારે ત્યાં આવેલા ત્રણ શખ્સોએ બડીયાથી માર મારી 10500 રોકડા, મોબાઇલ અને ઘડીયાળ મળી 14600 ની મતા લુંટી ગયાની ફરિયાદ વડીયા પોલીસમાં થવા પામી છે.