વડીયામાં ગઇ કાલે ત્રણ ઇંચ બાદ આજે વધ્ાુ એક ઇંચ : કુંકાવાવમાં ધોધમાર બે ઇંચ વરસાદ

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ભારે વરસાદ પડી રહ્યો છે. વડીયામાં ગઇ કાલે ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે વધ્ાુ એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કુંકાવાવમાં ગઇ કાલે એક ઇંચ અને આજે બપોર બાદ 4 થી 5 વચ્ચે એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યાનું કિર્તીભાઇ જોષીએ જણાવ્યું હતું. અમરેલી જિલ્લા ફ્લડકન્ટ્રોલનાં જણાવ્યા અનુસાર અમરેલી 6 મીમી, જાફરાબાદ 2 મીમી, બાબરા 1 મીમી, લીલીયા 8 મીમી, વડીયા 22 મીમી, સાંજના 6 સુધીમાં વરસાદ નોંધાયો હતો.