વડીયામાં મામલતદારની ટીમ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ હોમ કોરોન્ટાઇન વ્યકિતઓની ચકાસણી કરાઇ

  • શહેરનાં નવ ઝોન પાડી 43 લોકોની ટીમ બનાવી કામે લગાડી

વડિયા,
શ્રી ઇટાલીયા પ્રાંત અઘિકારીશ્રી(વડીયા વિભાગ) અમરેલીની સુચના તેમજન માર્ગદર્શન અનુસાર વડીયા તાલુકાનાં ઢુંઢીયા પીપળીયા અને ખાન ખીજડીયા ગામોનાં કન્ટેન્ટમેન્ટ ઝોનનાં કુલ 9(નવ) ઘર અને 43 વ્યકિતઓની ચકાસણી ટીમ મામલતદાર વડીયા દ્રારા કરવામાં આવી.આ ચકાસણીમાં મામ.શ્રી પ્રશાંત ભીંડી,સર્કલ ઓફિસરશ્રી રેવન્યુ શ્રી બિપીનભાઇ વાઘેલા ,રેવન્યુ તલાટીશ્રી વનિતાબેન ચુડાસમા,કલાર્ક શ્રી ઘૃવભાઇ રાઠોડ તથા ઓફિસ સ્ટાફ તેમજ આરોગ્ય અને પોલીસ સ્ટાફ આ કામગીરીમાં હાજર રહેલ છે. તપાસણી કરેલ દરેક હોમ કોરોન્ટાઇન વ્યકિતઓને કોરોના સંક્રમણ અટકાવવાં બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપી દરેકને સમજૂત કરવામાં આવેલ છે.