વડીયામાં સાંકરોલાનાં વિજ પ્રશ્ર્ને ખેડુતોનો હલ્લાબોલ

વડિયા,
અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયાની પીજીવીસીએલ કચેરી છેલ્લા એક માસથી કોઈ ને કોઇ બાબતે વારંવાર વિવાદનું કેન્દ્ર બનતી જોવા મળી રહી છે. હાલ વડીયાની ભાગોળે આવેલા ભેંસાણ તાલુકાના સાંકરોલા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા પોતાના વાડીવિસ્તારના વીજ પાવર ના પ્રશનો અને ગામના વીજપાવર અને હેલ્પરના પ્રશ્ને સરપંચ ,ઉપ સરપંચ અને સ્થાનિક આગેવાનો ની આગેવાનીમાં મોટી સંખ્યા માં વડીયા પીજીવીસીએલ કચેરી ઘસી આવ્યા હતા અને પોતાના પ્રશ્નો બાબતે નાયબ ઈજનેર પટેલ ને ઉગ્ર રાજુવાત કરી હતી. ત્યારે સાથે આવેલા લોકોએ કચેરીના પંખા બંધ કરી વડીયા પીજીવીસીએલ કચેરીના અધિકારીએ ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે સ્થાનિક અધિકારી દ્વારા અન્ય બીજા હેલ્પરને મૂકવાની અને પ્રશ્ન ટૂંકાગાળામાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.