અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ નામ. કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ. જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઇસ્યુ કેરલ હોય, મજકુર આરોપી સજા વોરંટની ધરપકડ ટાળવા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતો હોય, મજકુર આરોપી અલ્પેશ બાબુભાઇ પડાયાને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવામાં સફળતાં મેળવેલ .