વડીયા નજીક તરધરી ગામે પરિણીતાનું ઝેરી અસરથી મોત

  • પરિણીતાને સારવાર માટે દવાખાને ખસેડાયેલ

અમરેલી,
વડીયાના તરધરી ગામે રહેતી ઉષાબેન મુકેશભાઇ હિરપરા ઉ.વ.25 પોતાના ઘરે ઉંદર મારવાની દવા ભેળવી ઝેરી દવા વાળા હાથે પાણી પી જતા ઝેરી અસર થયેલ. જેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પતિ મુકેશભાઇ રતિભાઇ હિરપરાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.