વડીયા નજીક વધ્ાુ એક યુવાન તણાયો : શોધખોળ શરૂ

વડીયા,
વડીયાનાં ખાન ખીજડીયા ગામે પુરમાં યુવાન તણાતા ધટનાની જાણ થતાં ગામના અગ્રણી ભીખાભાઈ હીરપરાએ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને ટેલીફોનીક જાણ કરતાં તાત્કાલિક ધોરણે કૌશિકભાઈ વેકરીયા એ વડિયા મામલતદાર અને પી એસ આઈ અને ટીડીઓ તથા ફાયર બ્રીગેડની ટીમ સહિતના અધિકારીઓ ને ધટના સ્થળે જવા અને જરૂરી સુચના આપી હતી. વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર સહિતના રાજકીય આગેવાનો પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને શોધખોળ શરૂ કરી.સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટયા હતા સાંજના 7 સુધીમાં યુવકની કોઇ ભાળ મળ્યાના કોઇ સમાચાર નથી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા આ પુલ પરથી એક સ્કુલ બસ પાણીમાં તણાઇ હતી ત્યારે ગ્રામજનોએ બાળકોને નીચે ઉતારી ટ્રેકટર દ્વારા બસ પાછી ખેંચી કાઢી હતી તેથી મોટી જાનહાની ટળી હતી.