વડોદરાનાં અકસ્માતમાં રાજુલા પંથકના પાંચનાં મોત

રાજુલા,
રાજુલા તાલુકાને અડીને આવેલા ગામ ખાખ્બાઈ નાની ખેરાળી ગામ ના સુરત ખાતે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા આહિર પરિવાર દર વર્ષે પોતાના વતનમાં રાજુલા આવતા હતા પરંતુ આ વખતે કોરોના ને ધ્યાનમાં લઈને માત્ર નવા વર્ષમાં યાત્રા ભગવાનના દર્શન કરવા માટે . પાવાગઢ ડાકોર વિસ્તારમાં દર્શન કરવાનું કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ પરિવાર ને ક્યાં ખબર હતી કે આ યાત્રા અંતિમયાત્રા યાત્રા છે આ પરિવાર સુરત થી પાવાગઢ જવા નીકળ્યો હતો અને રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ વડોદરા પુલ નજીક ીૈબરીિ ટેપોઅને ટ્રક જોરદાર અથડાતા ઘટનાસ્થળે 11 લોકોના ઘટનાસ્થળે આહિર સમાજના મોત થયા હતા જે પૈકી રાજુલા તાલુકાના 5ના મોત નિપજ્યા અને અનેક ઘવાયા હતા અકસ્માતમાં મોતને ભેટ્યા તે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના 1. દક્ષાબેન ઘનશ્યામભાઈ જીંજાળા ઉંમર વર્ષ 35 મહિલા ખાખબાઈ 2. વિદ્યાર્થી પ્રિન્સ ઘનશ્યામભાઈ કલસરિયા ઉંમર વર્ષ 12. ગામ ખાખબાઈ તેમજ નાની ખેરાળી 3.ના દયાબેન બટુકભાઈ જીંજાળા ઉંમર વર્ષ 35 .4. નાની ખેરાળી ગામ સુરેશભાઇ જેઠાભાઇ ઉંમર વર્ષ 32 રહેવાસી નાની ખેરાળી 5.આરતીબેન ખોડાભાઈ જીજા લા આહીર નાની ખેરાળી ઉંમર વર્ષ 18 દુ:ખદ અવસાન મા રાજુલા તાલુકાના પાંચ લોકોના મોત થયા હતા અંગેના સમાચાર આ વિસ્તારના માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ શ્રી હિરાભાઇ સોલંકી મેં રાજુલા આહિર ડુંગર ગામ ના સમાજના અગ્રણી શ્રી શુકલ ભાઈ બલદાણીયા એ વિસ્તૃત જાણકારી હીરાભાઈ સોલંકી ને આપતા હીરાભાઈ સોલંકી વડોદરાના આહિર સમાજના આગેવાન. અને મૂળ ડુંગર ગામના રહીશ ગિરીશ ભાઈ જીજાળા સાથે વડોદરા હોસ્પિટલના સત્તાવાળાઓનું તુર્તજ ફોન કરી ડોક્ટરને ઇજાગ્રસ્ત દર્દીઓને તાત્કાલીક સારવાર આપવા હીરાભાઈ સોલંકીએ વડોદરા ખાતે જણાવ્યું હતું અને મારી કોઈ પણ સહાયને કે અન્ય જરૂર હોય તો મને ફોન . વિના સંકોચે કરશો અને દર્દીઓને વધુ સારવાર માટે ગમે તે આધુનિક હોસ્પિટલમાં લઈ જવા હોય તોપણ હું તૈયાર છું નાણા ખર્ચથી કોઈ મૂંઝાતા નહીં તેઓ ડુંગર ગામના વતની શ્રી ગીરીશભાઈ જીજાળા ને હીરાભાઈ સોલંકી જણાવ્યું હતું મૃતકોના સમાચારરાજુલા તાલુકામાં બે કિલોમીટર દૂર નાનકડા ખાખબાઈ અને નાની ખેરાળી ઉર્ફે ગોવિંદ ડી.ગામનું નામ છે ભારે દુ:ખ અને શોકનું મોજુ ફરી વળ્યું હતું .
આ દુ:ખ ના સમાચાર થી શ્રી પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી તથા . જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીરવુભા ઈ ખુમાણ પૂર્વ પ્રમુખશ્રી વલકુભાઈ બોસ તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હનુભાઈ ધાખડા શ્રી હરેશભાઈ કાતરીયા તથા પૂર્વ પ્રમુખશ્રી મીઠાભાઈ લાખણોત્રા. શ્રી નાગરિક બેંકના ડીરેકટર શ્રી બાબુભાઈ વાણીયા તથા શ્રી .મહુવા આહીર સમાજ બોર્ડિંગ ના પ્રમુખ પીઠાભાઇ નકુમ તથા નાની ખેરાળી ના સરપંચ જે .ડી કા. પૂર્વ પ્રમુખશ્રી બોઘાભાઈ આગરીયા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી શોક વ્યક્ત કર્યો હતો.
નાની ખેરાળી ખાતે 3 ની ડેડબોડી આવતા બોડી તથા ખાખબાઈ ગામ. 2 ડેડ બોડી અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ એક સાથે ત્રણ અને બે ડેડ બોડી વો પસાર થતા શોક વ્યક્ત કરી બંને ગામોમાં લોકો શ્રીમ ત ખેડૂત ગરીબ લોકો હિબકે ચડયું હતું આ સમાચાર પાસ મૃત્યુ કોની ડેડબોડી પોતાના માદરે વતન મૂળ ડુંગર ગામના વતની એવા ગીરીશભાઈ દ્વારા ડેડ બોડી ખેરાળી ગામે એમ્બ્યુલન્સમાં પહોંચતી કરી કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું અને 9 કલાકે સવારે અગ્નિદાહ દેવામાં આવ્યો હતો આજુબાજુના વાવેરા બાબરીયાધાર ડુંગર. કોટડી આગરીયા બાબરીયાધાર આશરાણા ખેરાળી અમુલી નવાગામ વાવેરા બરફટાણા બારપટોળી આગરીયા માંડરડી આહિર સમાજના આગેવાનો તેમજ રાજુલા તાલુકામાં વિસ્તારમાં ભારે શોકનું મોજુ છવાયુ હતું. દિવાળીના તહેવારોમાં એક સાથે નાની ખેરાળી હિંડોળા ગામ સ્વયંભૂ અંતિમયાત્રામાં જોડાયું હતું. નાનકડા ગામમાં તહેવારોમાં આવી ઘટનાથી સમગ્ર આહીર સમાજ ભારે શોક થયો હતો આવી ઘટના આ તાલુકામાં કોરોના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે આઘાત જોવા મળી રહ્યો હતો આમ એક પરિવાર આજે પોતાના વતનમાં જવાને બદલે યાત્રા કરવાનું નક્કી કર્યું હતું તેના બદલે અનંત યાત્રા . નાની ખેરાળી. ગામેથી ગોવિંદભાઈ પરિવારને ઘરેથી નીકળી હતી વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આજે સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી તથા શુકલ ભાઈ બલદાણીયા એ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા તાત્કાલિક સહાય આપવા માંગણી કરી હતી.