વડોદરામાં બગસરા શરાફી મંડળીની શાખાનું ઉદઘાટન કરતા શ્રી રૂપાલા

બગસરા,

બગસરા નાગરીક શરાફી સરકારી મંડળીની 8 મી શાખા વડોદરાનું દબદબાભેર શુભારંભ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુકલ તથા મંડળીના સ્થાપક ચેરમેન રશ્ર્વિનભાઈ ડોડીયા આગેવાનોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવેલ.ભારત સરકારના સહકાર ક્ષેત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રાલયના મંત્રી અમિતભાઈ શાહ જે રીતે સહકારી પ્રવૃતિને મજબુત કરી રહયા છે. અને આ ક્ષેત્રથી રોજગારીની વિપુલ તકો ઉભી થઈ રહી છે.તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે રહયો છે. તેવા આશયથી બગસરા મંડળી જે કામગીરી કરી રહી છે. તેને અભિનંદન સાથે સમગ્ર રાજયભરમાં સહકારની પ્રવૃતિનો વ્યાપક બગસરા મંડળીનો વધ્ો તેવી શુભકામના કેબીનેટ મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ પાઠવેલ. આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ શુકલ વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, વડોદરાના મેયરશ્રી નિલેશભાઈ રાઠોડ , શ્રી ચેતન્યભાઈ દેસાઈ , ધારાસભ્યશ્રી અકોરા , યોગેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી માંજલપુર , કેયુરભાઈ રોકડીયા ધારાસભ્ય સંયાજીગંજ , મનિષાબેન વકીલ ધારાસભ્ય વાડી કેતનભાઈ ઈમાનદાર ધારાસભ્ય સાવલી, ચેતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી પાદરા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય વાઘોડીયા. અરૂણભાઈ પટેલ ધારાસભ્ય કરજણ , શૈલેષભાઈ મહેતા (સોટ્રા)ધારાસભ્ય ડભોઈ , કંચનબેન રાદડીયા ધારાસભ્ય ઠકકરબાપાનગર કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય પાટણ, જે.વી. કાકડીયા, ધારાસભ્ય ધારી , બગસરા, અશ્ર્વિનભાઈ સાવલીયા ચેરમેન , અમરડેરી શરદભાઈ લાખાણી , પુર્વ પ્રમુખ અમરેલી જીલ્લા ભાજપ અશ્ર્વિનભાઈ પેથાણી કોર્પોરેટર અમદાવાદ સહિતના વડોદરાના ભાજપના આગેવાનો , વડોદરા મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક આગેવાનો અગ્રણી બીલ્ડરશ્રીઓ સહિતના વિશાળ સંખ્યામાં હાજર રહેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જન. એમ.ડી. નિમેષ ડોડીઆ પુર્વ ગ્રૃપના મનોજભાઈ પટેલ (બોરડ) દ્વારા કરવામાં આવેલ તેમ જન સેક્રેટરી ડી.જી. મહેતાની યાદી જણાવે છે.