વડોદરામાં ભાજપ દ્વારા ૧૯ વોર્ડમાં ૭૬ ઉમેદવાર માટે સેન્સ લેવાનું શર

 

વડોદરા,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ૧૯ વોર્ડમાં ૭૬ ઉમેદવારો માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક વોર્ડમાં તો સેન્સનું માત્ર નાટક કરવામાં આવી રહૃાું છે. આ ઉપરાંત ૫૫ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાતથી નારાજ હોદ્દેદારો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને આ બાબતે નિરીક્ષકોને રજૂઆત કરી હતી.
૩ દિવસ પહેલા આરએસપીમાંથી ભાજપમાં જોડાનાર રાજેશ આયરે અને તેમના સાથી કાઉન્સિરોની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે, તેમ છતાં વોર્ડ નં-૯ના ઉમેદવાર માટે સેન્સ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેને પગલે હોદ્દેદારો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહૃાો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરુ કરી દીધી છે. જેમાં ભાજપ આજથી બે દિૃવસ સુધી વડોદરાના તમામ ૧૯ વોર્ડ માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. જેમાં ત્રણ સભ્યોની કમિટી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લઇ રહી છે અને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે. ઇલેક્શન વોર્ડ નં-૯માં આરએસપીમાંથી ભાજપમાં પ્રવેશ લેનાર રાજેશ આયરે અને તેમના સાથી કાઉન્સિલરોને ટિકિટ મળશે તે નિશ્ર્ચિત મનાઇ રહૃાું છે.
જેને કારણે વોર્ડ નં-૯ના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે અને રવિવારે ભાજપના હોદ્દેદારો સહિત ૮૦ જેટલા કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હતા. રાજેશ આયરે અને તેમની સાથે ભાજપમાં જોડાયેલા કાઉન્સિલરોની ટીકિટ નક્કી હોવા છતાં વોર્ડ નં-૯ના ઉમેદવાર માટે સેન્સ લેવાનું નાટક થઇ રહૃાું છે. પાલિકાની ચૂંટણી પહેલા આવનારા દિૃવસોમાં ભાજપમાં બળવો વધુ તિવ્ર બને તેવા પણ એંધાણ છે. બીજી તરફ કોંગ્રેસના સિટીંગ કાઉન્સિલરોને તોડવા માટે પણ ભાજપ પ્રયાસો કરી રહૃાું છે, જેથી કોંગ્રેસમાં પણ ભાંગજડ સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહૃાા છે.