વડોદરામાં મહિલાને ધમકાવી સાથે અકુદરતી સેક્સ કરનાર પોલીસકર્મીની જામીન અરજી ફગાવાઈ

વડોદૃરા,
ન્યૂ અલકાપુરી ગોત્રી ચેકપોસ્ટની પાછળ કેનાલ પાસે બેઠેલા પ્રેમી પંખીડાને પોલીસે ધમકાવી પાંચહજાર રૃપિયા પડાવી લીધા હતા તેમજ પીસીઆર વાનના ડ્રાઇવરે પ્રેમિકા પાસે અકુદૃરતી સેક્સ કરાવ્યું હતું. તે કેસમાં સંડોવાયેલા પોલીસજવાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દૃીધી છે. ૧૪મી માર્ચ ૨૦૨૦ ની રાત્રે ગોત્રી વિસ્તારમાં રહેતા પ્રેમીપંખેડા ગોત્રી કેનાલ પાસે એકાંતમાં બેઠા હતાં. તે સમયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીઆરસી વાન આવી હતી અને પ્રેમીની બાઇકની ચાવી કાઢી લીધી હતી. પ્રેમીપંખીડાને ધમકાવી પીસીઆરવાનના કર્મચારી અને ડ્રાઇવરે રૃપિયાની માંગણી કરી હતી.
પ્રેમી પાસે રૃપિયા નહીં હોવાથી વાનનો ડ્રાઇવર રસિક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉનાનગર સોસાયટી અંકોડિયા) પ્રેમીને લઇને રૃપિયા લેવા ગયો હતો. જ્યારે પ્રેમીકા યુવતી પાસે એલઆરડી સૂરજિંસહ ફૂલિંસહ ચૌહાણ (રહે. અન્મોલપાર્ક લક્ષ્મીપુરા રોડ) ઉભો રહૃાો હતો. એકાંતનો ગેરલાભ લઇ કોન્સ્ટેબલે પ્રેમીકા યુવતીને ધમકાવવાનું શરૃ કર્યું અને પછી કોન્સ્ટેબલ સૂરજિંસહ તેને એ સ્થળથી થોડે દૃૂર લઇ ગયો હતો. ત્યાં જઇને આ વિકૃત માનસના કોન્સ્ટેબલે એ યુવતી પાસે અકુદૃરતી સેક્સ કરાવ્યું હતું.
જેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંન્ને પોલીસવાળાની ધરપકડ થઇ હતી. આરોપી સૂરજિંસહ ચૌહાણ જામીન પર મુક્ત થવા માટે કરેલી અરજી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. મેંગડે એ નામંજૂર કરી છે. અદૃાલતે નોંધ્યું હતું કે આરોપીની ફરજ લોકોની રક્ષા કરવાની હતી. પરંતુ, તેમ નહી કરીને આરોપીએ પોતાની સત્તાનો દૃુરૃપયોગ કરીને યુવતીનું શિયળભંગ કરવાનો પ્રયાસ કર્યો છે.જ્યારે આ કેસમાં પ્રેમી સાથે લાંચના રૃપિયા લેવા જનાર આરોપીની અરજી મંજૂર થઇ છે.