વધુ પોઝિટિવ રેપીડ ટેસ્ટમાં આવે છે : જો તંત્ર રેપીડ ટેસ્ટ ન કરે તો અમરેલીની હાલત ઇટલી જેવી થાય

  • હાલમાં રોજના 500 થી 600 રેપીડ ટેસ્ટ શરૂ કરાયા
  • લોકલ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં આ સપ્તાહમાં રોજના 800 ટેસ્ટ કરાશે : કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી,
હાલમાં જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા રોજના 500 થી 600 રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે અને હાલમાં રોજ મળતા પોઝિટિવ કેસમાં વધ્ાુ પોઝિટિવ રેપીડ ટેસ્ટમાં આવે છે જો તંત્ર રેપીડ ટેસ્ટ ન કરે તો અમરેલીની હાલત ઇટલી જેવી થાય તે પહેલા જ કલેકટર દ્વારા આગોતરા આયોજન સાથે લોકલ સંક્રમણ સામે તંત્રને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યુ છે અવધ ટાઇમ્સને કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યુ હતુ કે હાલમાં રોજના 500 થી 600 રેપીડ ટેસ્ટને વધારી અને 800 સુધી કરી દેવામાં આવશે જેનાથી લોકલ સંક્રમણ ઉપર નિયંત્રણ લાવી શકાય.