વધ્ાુ એક દારૂના વેપારીને પાસામાં ધકેલતી કલેકટર અને એસપીની જોડી

અમરેલી,અમરેલી જિલ્લામાં વધ્ાુ એક દારૂના વેપારીને અમરેલીના કલેકટર અને એસપીએ પાસામાં ધકેલતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.અમરેલી જિલ્લામાં દસ વર્ષમાં ન લેવાયા હોય તેવા આકરા પગલા એક જ વર્ષમાં ભરી દાખલો બેસાડતા શ્રી આયુષ ઓક અને શ્રી નિર્લિપ્ત રાયએ આજે જાફરાબાદના કોળીવાડામાં રહેતા દારૂના વેપારી પ્રવિણ બચુ બારૈયાને પાસામાં પકડી વડોદરા જેલ હવાલે કર્યો હતો. વોરંટની બજવણી એલસીબીના શ્રી કરમટા અને શ્રી મોરીની ટીમે કરી હતી.