વરસાદના પાણીથી રોગચાળો રોકવા વડિયાનું આરોગ્ય તંત્ર જાગ્યુ:ડોર ટૂ ડોર મુલાકાત લીધી

  • ૠતુજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીનો અનુરોધ

વડિયા,
ચોમાસા ની ૠતુ માં પાણી જન્ય મચ્છર ના ઉપદ્રવ થી અને વરસાદી પાણી થી ગંદકી થવા ના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, જેવા રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. કોરોના મહામારી ની કામગીરી માં વ્યસ્ત આરોગ્ય તંત્ર દવારા ચોમાસા ના રોગચાળા ને રોકવા લોકોની સલામતી માટે ઉમદા કામગીરી કરતા જોવા મળ્યા છે. વડિયા ના તોરી પીએચસી સ્ટાફ ના નરેન્દ્ર સરવૈયા, સી સી કોટડીયા દ્વવારા પીએચસી અધિકારી ના માર્ગદર્શન નીચે ડોર ટૂ ડોર મુલાકાત લઇ વરસાદી પાણી ના ભરાય અને તેનાથી થતા રોગ ના ઉપદ્રવ અને સલામતી ની જાણકારી આપી લોકો ને ચોમાસા ની તુ ના રોગચાળા થી જાગૃત કરી સલામતી રાખવા અને આરોગ્ય તંત્ર ને સહકાર આપવા જણાવાયું હતુ. આ ઉપરાંત જાહેર રસ્તાઓ અને ગલીઓ માં વરસાદી પાણી ના ભરાયેલ ખાડા પર દવા નો છટકાવ કરી ને આરોગ્ય તંત્ર કામગીરી ની હરકત માં આવતું જોવા મળ્યું છે.