વરસાદને પગલે ઉકાઇ ડેમમાં ૨ લાખથી વધુ ક્યૂસેક પાણીની આવક થઇ

ઉપરવાસ અને સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ૨ લાખથી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ હતી. જેના પગલે છેલ્લા ૧૨ દિવસમાં ૧.૭૬ લાખ ક્યૂસેક સુધી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો હતો અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, હવે ઉપરવાસમાં વરસાદમાં ઘટાડો થતા ઉકાઈ ડેમમાં તમામ દરવાજા બંધ કરી દૃેવામાં આવ્યા છે. જ્યારે વરસાદૃનું જોર પણ ઘટ્યું છે. જેથી સુરતનીઓની ચિંતા હળવી થઈ છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં રેઇનગેજ સ્ટેશનમાં વરસાદૃે વિરામ લીધો છે. જ્યારે હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દૃેવાયું છે. આમ વરસાદની સ્થિતિ સામાન્ય થતા ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઘટીને ૭૫ હજાર ક્યૂસેક થઇ ગયો છે. પાણીની આવક ઘટતા જ સતાધીશોએ પાણી છોડવાનું પણ ઘટાડી દીધું છે. આગામી દિૃવસોમાં વરસાદની કોઇ સિસ્ટમ નહીં હોવાની સાથે જ પાણીની આવક પણ ઘટી જતી હોવાથી સતાધીશોએ પાણી છોડવાનો નિર્ણય બદલ્યો છે.