વરસાદી માહોલ

અમદૃાવાદૃમાં થોડા દિૃવસ પહેલાં તો બે-ચાર દિૃવસ ધોધમાર વરસાદૃ પડતાં ચોમાસુ જામી જશે એમ લાગતું હતું. જોકે, છેલ્લા કેટલાક દિૃવસથી વરસાદૃે હાથતાળી આપતાં શહેરીજનોએ ફરીથી ભારે ઉકળાટ અને ગરમી સહન કરવી પડી હતી. બુધવારે સવારથી શહેરના આકાશમાં વાદૃળો ઘેરાયા હતા પણ એક છાંટો વરસાદૃ પડ્યો નહતો છેવટે ભર બપોરે જોરદૃાર એક વરસાદૃી ઝાપટાંએ લોકોને િંભજવી દૃીધા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.