વરુણ અને સારાની  ’કુલી નંબર ૧’નું પહેલું સોન્ગ થયું રીલીઝ

બોલિવૂડ એક્ટર વરૂણ વધન અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કુલી નંબર ૧નું પહેલું સોન્ગ ’તેરી ભાભી’ રિલીઝ થઇ ગયુ છે. ગીતમાં વરૂણ ધવનની સાથે સારા નજર આવી રહી છે. આ સોન્ગને જાવેદ-મોહસિન, દેવ નેગી અને નેહા કક્ડે ગાયુ છે. તેની ધૂન જાવેદ-મોહસિને તૈયાર કરી છે. જ્યારે સોન્ગ દાનિશ સાબરીએ લખ્યું છે. આ સોન્ગ સાંભળીને આપનાં પગ થિરકવા લાગશે. આપને જણાવી દઇએ કે, સારા અને વરૂણ પહેલી વખત એક સાથે કામ કરી રહૃાાં છે. ’તેરી ભાભી’ એક ડાન્સ નંબર છે.

ક્રિસમસની ખુશી વધરાવા માટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર ડેવિડ ધવનની ૪૫મી ફિલ્મ ’કુલી નંબર ૧’ વર્લ્ડ પ્રીમિયર આવવાં જઇ રહૃાું છે. બોલિવૂડની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું ડિરેક્શન ડેવિડ ધવન કરી રહૃાાં છે જ્યારે તેને વાશુ ભગનાની, જૈકી ભગનાની દીપશિખા દેશમુખ પ્રોડ્યુસ કરી રહૃાાં છે. આ સાથે જ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને જોની લિવર શામેલ છે. ભારત અને ૨૦૦ દેશ અને સીમાઓમાં પ્રાઇમ સભ્યો ૨૫ ડિસેમ્બરનાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર ’કુલી નંબર ૧’નું વર્લ્ડ પ્રીમિયર સ્ટ્રીમ કરી શકો છો.