વરુણ ધવન-નતાશા દલાલ લગ્નના બે દિવસ બાદ અલીબાગથી પરત ફર્યાં

વરુણ ધવન તથા નતાશાએ ૨૪મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં ફેરા ફર્યાં હતાં. લગ્નમાં માત્ર નિકટનો પરિવાર તથા મિત્રો જ હાજર રહૃાાં હતાં. લગ્નના બે દિવસ બાદ એટલે કે ૨૬મી જાન્યુઆરીના રોજ ન્યૂલી મેરિડ વરુણ ધવન તથા નતાશા દલાલ અલીબાગથી મુંબઈ પરત ફર્યાં હતાં. વરુણ તથા નતાશા એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. વરુણ મરૂન રંગના કુર્તા પાયજામામાં હતો, જ્યારે નતાશાએ સિમ્પલ સલવાર સૂટ પહેર્યો હતો. જોકે, નતાશા દલાલના સેથામાં સિંદૂર કે ગળામાં મંગળસૂત્ર જોવા મળ્યું નહોતું.

વરુણ ધવનના લગ્નમાં માત્ર કરન જોહરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મનીષ મલ્હોત્રા તથા વરુણ ધવનની માતા કઝિન ભાઈ-બહેન છે અને તેથી મનીષ મલ્હોત્રાને ઈન્વાઈટ કરવામાં આવ્યો હતો. ડિરેક્ટર કુનાલ કોહલી તથા વરુણ ધવન કઝિન છે. તેથી કુનાલ કોહલીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.