વરૂણ ધવન અને ક્રિતીની હોરર ફિલ્મ ’ભેડિયા’નું પોસ્ટર રિલીઝ

વરૂણ ધવન અને ક્રિતી સેનનની જોડી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. બંને કલાકારો છેલ્લે રોહિત શેટ્ટીની ’દિલવાલે’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં શાહરૂખ ખાન-કાજોલની સાથે સેકન્ડ લીડ તરીકે વરૂણ ધવન અને ક્રિતી જોવા મળ્યા હતા…ત્યારે બંને હવે હોરર કોમેડીમાં સાથે જોવા મળશે. અભિનેત્રી ક્રિતી સેનને ઈન્સ્ટાગ્રામ પર તેની આવનારી ફિલ્મ ’ભેડિયા’નું પોસ્ટર શેર કર્યું. બોલીવુડ એકટર વરૂણ ધવન અને એક્ટ્રેસ ક્રિતિ સેનનની જોડી દર્શકોને ફરી જોવા મળશે. બંને સિતારા હોરર કોમેડી ફિલ્મ ’ભેડિયા’ માં સાથે જોવા મળશે. ફિલ્મ નિર્માતાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી.

હોરર કોમેડી ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ’ભેડિયા’ ફિલ્મનો એક વીડિયો શેર કર્યો હતો. નિર્માતાઓએ જાણકારી આપી હતી કે હોરર-કોમેડી ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૨૨માં રિલીઝ થશે . હજી ફિલ્મ રિલીઝ થયાને લાંબો સમય બાકી છે. ફિલ્મને ’સ્ત્રી’ ફેમ દિગદર્શક દિનેશ વિઝાન અને અમર કૌશિકે બનાવી છે. દિનેશ વિજાનના પ્રોડકશનમાં બનનારી આ જોનરની ત્રીજી ફિલ્મ છે.

ક્રિતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર ’ભેડિયા’નું પોસ્ટર શેર કર્યું. ક્રિતિએ લખ્યું ’ સ્ત્રી ઔર રૂહી કો ભેડિયે કા પ્રણામ’… ’ભેડિયા ૧૪ એપ્રિલ ૨૦૨૨એ તમારા સિનેમાઘરમાં’. હાલમાં ક્રિતિ અન્ય કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ક્રિતિ સેનન ’બચ્ચન પાંડે’નું શુિંટગ કરી રહી છે. થોડા દિવસ અગાઉ ક્રિતિ સેનને તેની ફિલ્મ ગણપતની જાહેરાત કરી હતી. ’ભેડિયા’ ફિલ્મમાં વરૂણ ધવન અને ક્રિતિ સેનનની સાથે દીપક ડોબરિયાલ અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે.  અભિષેક આ પહેલા ’સ્ત્રી’ ફિલ્મમાં સાથે જોવા મળ્યો હતો. ફિલ્મના મોશન પોસ્ટરને જોઈ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહૃાો છે.