વરૂણ ધવન અને સારાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કુલી નંબર ૧ ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે

બોલિવૂડના કલાકારો વરૂણ ધવન અને સારા અલી ખાનની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘કુલી નંબર ૧ની રીલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મ નાતાલના દિવસે એટલે કે ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ ગોવિંદાની સુપરહિટ ફિલ્મ ‘કુલી નંબર ૧ની રીમેક હોવાનું મનાઈ રહૃાું છે, લોકો આતુરતાથી તેની રિલીઝની રાહ જોઇ રહૃાા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના ટીઝરને શેર કરતાં વરૂણ ધવને લખ્યું છે કે ‘હવે દરેક રાઇડ અને મનોરંજનની જવાબદારી રહેશે ‘કુલી નં. ૧ની, કોઈ શંકા?
આ ફિલ્મમાં તમે વરુણ ધવનને ગોવિંદા અને સારા અલી ખાનને કરિશ્મા કપૂરની ભૂમિકામાં નિભાવતા જોશો. તેથી એટલું નિશ્ર્ચિત છે કે આ ફિલ્મમાં મનોરંજન અને કોમેડી ભરપૂર જોવા મળશે અને પ્રેક્ષકોને પણ તે જોવાની મજા આવશે. ૧૯૯૫ની સુપરહિટ ફિલ્મ ‘કુલી નં. ૧નું વરુણ ધવનના પિતા અને પ્રખ્યાત નિર્દૃેશક ડેવિડ ધવને જ આ ફિલ્મનું નિર્દૃેશન કર્યું હતું. પરંતુ તેનું રિમેક વર્ઝન વાશુ ભગનાની દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં તમે પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ, જ્હોની લિવર, સાહિલ વૈદ અને શિખા તલસાનીયા જેવા કલાકારો પણ જોશો. આ ફિલ્મ શરૂઆતમાં મે મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ વિશ્વવ્યાપી કોરોના વાયરસ રોગચાળાને કારણે તેની રિલીઝ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.