વર્ષે ૨૦૨૧ પહેલા કોરોનાની વેક્સીન બનવાની કોઇ આશા નથી :WHO

  • કોરોના વાયરસથી બચવા માટે માસ્ક,સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્ત્વના

WHO એ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧ પહેલા કોરોનાની રસી બનવાની કોઈ જ આશા નથી. જેના કારણે WHO એ કહૃાું છે કે જો રિસર્ચરે કહૃાું છે કે કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મળી પણ જાય તો પણ નવા વર્ષના શરુઆતના દિવસો પહેલા તે ઉપલબ્ધ થવાની કોઈ આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.
WHO ના કાર્યકારી નિર્દૃેશક માઈક રેયાને કહૃાું છે કે, કોરોના મહામારીની વેક્સીન બનાવવામાં ભલે થોડું મોડું થઈ જાય પણ સાવધાની રાખવામાં કોઈ કસર ના છોડવી જોઈએ. હાલ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વના છે.
ભારત સહિત દૃુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીન પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહૃાું છે. રિસર્ચર અને વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા માટે ઘણી મહેનત કરી રહૃાા છે અને ઘણાં દૃેશોમાં કોરોના વાયરસ વેક્સીન પર હૃાુમન ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજનેકા દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહેલી દૃુનિયાની પહેલી સંભવિત કોરોના વેક્સીનના પરિણામ અત્યાર સુધી ઘણાં સારા રહૃાા છે. આ બધા વચ્ચે WHO એ કહૃાું છે કે દૃુનિયાભરમાં રિસર્ચર કોરોનાની વેક્સીન બનાવવા માટે ઘણી જ મહેનત કરી રહૃાા છે, જેમાંથી કેટલાક રિસર્ચ કરીને વેક્સીન અંતિમ સ્ટેજમાં ટ્રાયલ કરવામાં આવી રહી છે, પરંતુ લોકો વેક્સીન બજારમાં ૨૦૨૧ પહેલા આવે તેવી આશા ના રાખે.
WHO એ કહૃાું કે, તેઓ કોરોના વેક્સીનની દૃુનિયાભરમાં પ્રામાણિકતાથી વહેંચણી સુનિશ્ર્ચિત કરવાની કોશિશ કરવામાં આવશે, ત્યાં સુધી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટેનો ઉપાય છે એકમાત્ર બચત છે.