તા ૨૧.૧૨.૨૦૨૧ મંગળવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ બીજ, પુનર્વસુ નક્ષત્ર, બ્રહ્મ યોગ, વણિજ કરણ આજે બપોરે ૩.૪૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ).
મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.
લોકોમાં ગેઝેટ્સ તરફનું આકર્ષણ વધે
અગાઉ લખ્યા મુજબ ભારતની કુંડળીમાં થી આઠમેથી પસાર થઇ રહેલા બુધ મહારાજે શેર બજારમાં મોટો ઝટકો આપ્યો છે તો બીજી તરફ મંગળ કેતુ યુતિના લીધે હજી આપણે સ્વાથ્ય બાબતે સતર્કતા વધારવી પડશે. ડિસેમ્બર માસ પૂર્ણ થવામાં છે અને વર્ષ ૨૦૨૨ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે આગામી વર્ષમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ. વર્ષ ૨૦૨૨ મ ત્રણ વાર અંક ૨ આવે છે. અંક ૨ પર ચંદ્રનું આધિપત્ય છે જેથી વર્ષ ૨૦૨૨ માં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખુબ આગળ વધતી જોવા મળે વળી ૨૦૨૨ નો સરવાળો અંક ૬ થાય છે જે શુક્રનો અંક છે શુક્ર કલા-શૃંગાર-ભોગ-વિલાસ-આરામ અને લાલિત્ય સૂચવે છે જેથી આગામી વર્ષમાં કલા બાબતે ઘણી રચનાત્મકતા જોવા મળે વળી લોકોમાં ગેઝેટ્સ તરફનું આકર્ષણ વધે અને કંપનીઓ પણ મોંઘી કાર અને નવા નવા ગેઝેટ્સ બહાર પડતી જોવા મળે વળી ચંદ્ર અને શુક્ર બંને લાગણીશીલતા દર્શાવે છે પ્રેમ અને સંબંધોના સૂચક છે માટે આ વર્ષે સમાજમાં ભાવવાહીતાનું પ્રમાણ વધુ જોવા મળશે અને જાહેરમાં લોકો લાગણીશીલ થતા જોવા મળશે. લોકોમાં કામ કાજ કરતા આરામ અને હરવા ફરવાને વધુ પ્રાધાન્ય અપાતું જોવા મળશે તથા લક્સરીએસ લાઈફ તરફ લોકોનું આકર્ષણ વધુ જોવા મળશે અને તે માટે સમાજમાં અવનવા રસ્તા લેવાતા જોવા મળશે પરંતુ ૨૦૨૨માં સ્ત્રીઓનું પ્રભુત્વ અને સન્માન વધશે તે નક્કી છે.
- જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી