વલસાડના ઉમરગામમાં મેઘરાજા ધમાકેદાર બેિંટગ, ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ

ગાંધીનગર,તા.૨૩
રાજ્યમાં ચોમાસું મંદ પડ્યું હોય તેવા એંધાણ વચ્ચે આજે વલસાડના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં ૭ મિમિ, વાપીમાં ૩ મિમિ વરસાદ અને નવસારીના ચીખલીમાં ૧ મિમિ વરસાદ પડ્યો છે. ગઈકાલે ૨૨ જુલાઈએ રાજ્યના ૫૦ તાલુકામાં ૧ મિમિથી ૬૮ મિમિ સુધી વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં પોણા ત્રણ ઈંચ નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં ૨ ઈંચ, અમદાવાદના ધંધુકામાં ૪૪ મિમિ, સુરેન્દ્રનગરના વઢવાણ અને અમદાવાદના ધોળકામાં ૩૨ મિમિ, વલસાડમાં ૨૬ મિમિ, સુરતના ઉમરપાડામાં ૨૦ મિમિ, વાપીમાં ૧૮ મિમિ, ખેડાના માતરમાં ૧૩ મિમિ વરસાદ નોઁધાયો હતો. જ્યારે ભરૂચના આમોદ અને સુરત શહેરમાં ૧૨-૧૨ મિમિ વરસાદ નોંધાયો હતો.