વસિમ જાફરે અક્ષર,ઇશાંત અને સિરાજને ટ્રોલ કરતા સુંદરે આપ્યો જવાબ

વોશિંગ્ટન સુંદરએ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદીસ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં અણનમ ૯૬ રન બનાવ્યા હતા. તે સદીચૂકી ગયો હતો પરંતુ તેની ઇનિંગની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

જાફરે આમિર ખાનની પ્રખ્યાત ફિલ્મ ‘૩ ઇડિયટ્સના એક સીનનો સીન શેર કર્યો હતો. આ તે સીન છે જ્યારે આમિર તેના મિત્રો માધવન અને શરમન જોશી સાથે લગ્નમાં આમંત્રણ લીધા વિના પહોંચે છે. જાફરે લખ્યું,  અક્ષર, ઇશાંત અને સિરાજ બીજી વખતે વોશિંગ્ટન સુંદરના પિતાને ફંક્શનમાં મળે છે.” જો કે, જાફરે વધુમાં સુંદરની બેટિંગની પ્રશંસા કરતા લખ્યું કે, ૯૬ રનની અણનમ ઇિંનગ્સ સદીથી ઓછી નહોતી. વોશિંગ્ટન ખૂબ સરસ રમ્યો.

સુંદરે હવે તેના પર પ્રતિક્રિયા આપી છે. સુંદરે તેના પર જવાબ આપતા કહૃાું કે, ધન્યાવાદ ભૈયા. ડેડ આ ત્રણેયનું બિરયાની અને હલવાથી સ્વાગત કરશે. સુંદરના પિતાએ તેમની સદીમીસ થવા અંગે રિએક્શન આપતા કહૃાું કે, મને સમજાતુ નથી કે, લોકો કેમ તેની બેટિંગથી પરેશાન છે. હું શાંભળી રહૃાો છું કે, તે નવા બોલથી રમી શકે છે. પરંતુ તે કોઈ પણ નંબરે બેટિંગ કરવા માટે તૈયાર છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહૃાું કે, હુ નિચલાક્રમના બેટ્સમેનોના પ્રદર્શનથી હેરાન છું. તે થોડીવાર પણ વિકેટ પર ન ટકી શક્યા. વિચારો જો ભારતને જીતવા માટે ૧૦ રનની જરૂર હોત તો, આ એક મોટી ભૂલ ન હોત. લાખો કરોડો લોકો તમને જોઈ રહૃાા છે. તેમણે આ ન શીખવું જોઈએ જેવુ નિચેનાક્રના બેટ્સમેનોએ કર્યું.