વહીવટીતંત્રની જાહેર જનતાને અપીલ – ઘરમાં જ રહો સુરક્ષિત રહો.

અમરેલી જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં ઉમદા કામગીરી કરાઈ

અમરેલી જીલ્લામાં કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા ૭૦૭૩ તાલીમબદ્ધ કર્મચારીઓ ખડેપગે કાર્યરત

જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ શરૂ

જિલ્લાની ચેકપોસ્ટ ખાતે ૧૫૨૮ વાહનોના ૮૧૨૫ પેસેન્જરોનું સ્ક્રીનીંગ

જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ ૧૧૫ વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ લગાવાયા

હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ૯૧૩૭૨ ઘરના કુલ સાડા ચાર લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો

જિલ્લાની ૩૪૬ કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ

અમરેલી જિલ્લામાં જાહેરમાં થૂંકવા બદલ તા.ર૪-૩-ર૦ર૦માં કુલ રુ.૭૫,૫૦૦ નો દંડ વસુલવામાં આવ્યો