વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર: સુપ્રિમનો મોટો ચુકાદો

  • સુપ્રીમે અગાઉનો ચૂકાદો પલટાવી નાખ્યો
  • પીડિત મહિલા હવે તેના સાસુ સસરાના ઘરમાં પણ રહી શકશે

     

 

સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્વના ચુકાદામાં કહૃાું છે કે, ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત વહુને પોતાના પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે તરૂણ બત્રા સહિત બે ન્યાયાધીશોની પીઠના નિર્ણયને પલટી નાખ્યો હતો.

તરૂણ બત્રા કેસમાં બે જજોની બેંચે કહૃાું હતું કે, કાયદામાં દિકરીઓ, પોતાના પતિના માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ના રહી શકે. જેનો અર્થ હતો કે, પતિના માતા-પિતાની સંપત્તિમાં પત્નીનો ભાગ ના હોઈ શકે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેંચે તરૂણ બત્રાના નિર્ણયને ફેરવી તોળતા ૬-૭ સવાલોના જવાબ પણ આપ્યા હતાં. કોર્ટે કહૃાું હતું કે, પતિની જુદી જુદી સંપત્તિમાં જ નહીં પણ સહિયારા ઘરમાં પણ પત્નીનો અધિકાર છે જ.

ઉલ્લેખનીય છે કે, પારિવારિક બાબતોમાં દેશની વડી અદાલતનો આ નિર્ણય ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ ચુકાદાથી લાખો મહિલાઓને પતિના માતા-પિતાની સહિયારી સંપત્તિમાં ભાગ મળશે.