વહેલી સવારે ધ્યાન કરવામાં આવે તો આપણા શરીરના સાત ચક્રો જાગૃત થાય છે

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

અગાઉ લખ્યા મુજબ બુધના ઉદય સાથે શેર બજારમાં ઉછાળો આવી રહ્યો છે. વળી અત્રે લખ્યા મુજબ ધીમે ધીમે ગ્રહો મકર તરફ જઈ રહ્યા છે જે ભારત માટે વિચારીએ તો આંતરિક અને બાહ્ય બંને રીતે વધુ સતર્ક રહેવાનું સૂચવી રહ્યા છે. ગોચર ગ્રહોની અસરને મહેસુસ કરવા માટે અવકાશીય તરંગોને સારી રીતે અનુભવવા પડે. અત્રેનું મારુ લખાણ વાંચી અનેક મિત્રો પૂછતાં હોય છે કે તમે કઈ રીતે આ બધું મેળવી શકો છો તો આજે અત્રે જણાવી દઉં કે બ્રહ્માંડમાંથી પ્રત્યેક ક્ષણે પૃથ્વી પર આવતા તરંગોને જો સમજવામાં આવે ડિકોડ કરવામાં આવે તો ઘણા તથ્યો આપણી સમક્ષ આવતા હોય છે અને માટે જ ષિમુનિઓએ ધ્યાન પર ભાર મુક્યો છે. વહેલી સવારે ધ્યાન કરવામાં આવે તો આપણા શરીરના સાત ચક્રો જાગૃત થાય છે જે અવકાશીય તરંગોને ઝીલી શકે છે અને એક અલગ જ વિશ્વ સાથે આપણી મુલાકાત થાય છે. પિંડે સો બ્રહ્માંડે મુજબ એ અવસ્થામાં આપણે આપણા શરીરમાં બ્રહ્માંડની અનુભૂતિ કરી શકીએ છીએ. જે કઈ ઘટનાક્રમ બ્રહ્માંડમાં જોવા મળે તે જ સૂક્ષ્મ રીતે શરીરમાં સાત ચક્રોથી અનુભવી શકાય છે પરંતુ આ માટે સાધના અને ધ્યાનમાં ઊંડા ઉતારવું પડે છે અને તો જ એ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય છે જ્યાં આપણે બ્રહ્માંડને તેની અનંત અવસ્થામાં સમજી શકીએ. આપણા જીવનના ધ્યેય સમજવા માટે અને આપણને સોંપાયેલા કાર્યને સમજવા માટે ધ્યાનમાં ઉતારવું જોઈએ. જયારે પ્રકૃતિ સાથે આપણું ઐક્ય બને છે ત્યારે બધા પ્રશ્ન સારી જાય છે અને મન શાંતિ પામે છે અને આત્મસાક્ષાત્કારની અવસ્થા શરુ થાય છે.