વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રખાઈ

  • અમૂલનાં ચેરમેનપદે રામિંસહ પરમાર બિનહરીફ ચૂંટયા

 

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનીની નિયુક્તિ માટે પ્રાંત અધિકારી જે.સી. દલાલની હાજરીમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આજ રોજ યોજાયેલી ચૂંટણીમાંચેરમેનપદે રામિંસહ પરમાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આદેશ કર્યો છે કે, સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ પ્રતિનિધિઓના મત પણ અલગ સીલબંધ કવરમાં રાખવામાં આવે.. અને ચૂંટણીના પરિણામો હાઇકોર્ટના આદેશને આધિન રહેશે. કોર્ટે આ અંગે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી ૨૪મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
અમૂલ ડેરીના કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો કાંતિભાઇ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર અને સંજયભાઇ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી અમૂના નિયામક મંડળમાં સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ ડિરેક્ટરની નિમણૂકને પડકારી છે. તેમની રજૂઆત હતી કે ૨૩મી ઓક્ટોબરના રોજ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે. જેમાં કૃત્રિમ બહુમતી ઉભી કરવા માટે આ નિમણૂક કરવામાં આવી છે. હાઇકોર્ટે અરજદારોને સાંભળી આદેશ કર્યો છે કે ચૂંટણીની પ્રક્રિયા તેના શિડયુલ પ્રમાણે કરી શકાય તેમ છે. જો કે સરકાર દ્વારા નિમવામાં આવેલા પ્રતિનિધિઓના મત અલગ સીલબંધ કવરમાં રાખવામાં આવે. આ ઉપરાંત ચૂંટણીના પરિણામો આગામી આદેશ સુધી જાહેર ન કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો રિપોર્ટ પણ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે.