વાઘોડિયામાં વીજળી પડતાં ૪૫ વર્ષીય મહિલાનું મોત, ૩ સંતાનની હતી માતા

વડોદૃરા,મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદૃમાં ૪૫ વર્ષીય મહિલા પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. વાઘોડિયા પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આવેલી આનંદૃ નગરીમાં ઝુંલેમાં પાર્ક સોસાયટીમાં નવા મકાનો બની રહૃાા છે.આ મકાનોમાં મજૂરી કામ કરતી ૩ સંતાનની માતા શારદૃાબેન વસાવા (ઉ.વ ૪૫) વરસાદૃમાં મકાનની અગાસી પર નાહીં રહૃાા હતા. ત્યારે અચાનક વીજળી પડતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.સ્થાનિકોએ ૧૦૮ને કોલ કરતા ૪૫ મિનિટ સુધી એમ્બ્યુલન્સ ન આવતા આખરે સ્થાનિકોએ ખાનગી વાહનમાં મહિલાને હોસ્પિટલમાં પહોંચાડતા ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.