વાણી કપૂર લાંબા સમય પછી સ્કોટલેન્ડમાં બેલ બોટમ ફિલ્મનું શરૂ કરશે શૂિંટગ

મુંબઈ,
કોરોના મહામારીમાં અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂરનું કહેવું છે કે, હું લાંબા બ્રેક પછી ફરીથી કામ પર આવીને ઘણી ખુશ છું. વાણી બેલ બોટમ ફિલ્મનું શૂિંટગ ટૂંક સમયમાં શરૂ કરવાની છે. લોકડાઉનને કારણે તમામ ફિલ્મના શૂિંટગ અટકી ગયા હતા. અનલોક બાદૃ જ્યારે હવે શૂિંટગ માટે પરવાનગી મળી રહી છે ત્યારે વાણી કપૂર બોલિવૂડની પહેલી એવી લીિંડગ લેડી છે જે સેટ પર કમબેક કરી રહી છે. અક્ષય કુમાર સ્ટારર બેલ બોટમ ફિલ્મ વાણીએ મહામારી દરમ્યાન જ સાઈન કરી હતી. અક્ષય અને ફિલ્મ મેકર્સે શૂિંટગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ સ્કોટલેન્ડ જઈને શૂિંટગ શરૂ કરશે. વાણી સેટ પરના કમબેકને લઈને ઘણી ઉત્સાહિત છે અને તે ખુશ છે કે નોર્મલ જીવન ફરી શરૂ થઇ રહૃાું છે. વાણીએ ઉત્સાહિત થઈને કહૃાું કે, સાચું કહું તો હું એક લાંબા બ્રેક બાદૃ ફરીથી કામ શરૂ કરીને ઘણી જ ખુશ છું. સ્વાભાવિક છે કે વધારે સતર્ક રહેવું પડશે, ગાઇડલાઇન્સને યોગ્ય રીતે ફોલો કરવી પડશે પણ એક નવી જર્ની સ્ટાર્ટ કરવી તે ઘણું રોમાંચિત છે. વાણી કપૂરે મહામારી શરૂ થયા પહેલાં જ તેની અપકિંમગ ફિલ્મ શમશેરાનું શૂિંટગ પૂરું કરી લીધું હતું. આ ફિલ્મમાં વાણી અને રણબીર કપૂર લીડ એક્ટર્સ છે. વાણીએ કહૃાું કે, આ મારા માટે એક મોટી તક છે. અક્ષય સર માટે મારા મનમાં ઘણો આદર છે. આ સુપર એક્સાઈિંટગ છે અને હું ખરેખર આ અનુભવ લેવા માટે રાહ જોઈ રહી છું. વાણી સ્કોટલેન્ડમાં પહેલીવાર શૂિંટગ કરવા જવાની છે. શૂિંટગની જગ્યા હજુ કન્ફર્મ થઇ નથી પણ વાણીનું કહેવું છે કે તે મહામારીના માહોલમાં પણ આ શેડ્યુઅલને યાદૃગાર બનાવી દૃેવા માગે છે. જેકી ભગનાની અને વાસુ ભગનાનીના પ્રોડક્શન હેઠળની આ બેલ બોટમ ફિલ્મને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહૃાા છે. આ ફિલ્મ ૮૦ના દૃશકમાં સેટ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય અને વાણી સાથે લારા દત્તા અને હુમા કુરેશી પણ સામેલ છે.