વાતાવરણમાં અચાનક પલ્ટો : ચાર દિવસમાં વરસાદની આગાહી

અમરેલી,
આગામી ચાર દિવસ સુધી 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં 26 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુરૂવાર અને શુક્રવારે એમ બે દિવસ દરમિયાન ભારેથી હળવો વરસાદી માહોલ સર્જાયો હતો. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હજુ બે દિવસ રહેશે. જેના પગલે આજે સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરુચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઝડપે વીજળીના ચમકારા અને સપાટીના પવન સાથે આછું વાવાઝોડું અને હળવા વરસાદની સંભાવના છે.
આવનાર દિવસોમાં બે-બે સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. બંને સીસ્ટમ દ્વારા અતિભારે વરસાદ પણ પડી શકે છે.હવામાન વિભાગે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને અમુક જિલ્લાઓમાં ભૂસ્ખલનની ચેતવણી આપી છે. ધોધમાર વરસાદ ની આગાહી હજી પણ મળી રહી છે.આગામી 22 થી 26 નવેમ્બર સુધી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ5રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે શઘઇખ અને જીઘઇખની ટીમો એલર્ટ રાખવા સૂચના આ5વામાં આવી છે.