વાયુ પ્રદૃૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે

  • એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઇ આપી ચેતવણી, કહૃાું-

    દૃેશમાં હજુ પણ કોરોનાનો કેર પ્રવર્તી રહૃાો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહૃાો છે. રિકવરી રેટ વધી રહૃાો છે. જેથી કરીને આવનારા કેટલાક સમયમાં તેનાથી છૂટકારો મળવાની આશાની કિરણ જોવા મળે છે પરંતુ હવે દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહૃાું કે વાયુ પ્રદૃૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે દિલ્હીમાં સતત વધતા પ્રદૃૂષણના સ્તર પર સતર્કતા વર્તવાનું કહૃાું છે.
    તેમણે કહૃાું કે જેટલું પ્રદૃૂષણ વધશે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ વધે છે. એમ્સના ડાઈરેક્ટરે કહૃાું કે અનેક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પ્રદૃૂષણ વધતા કોવિડ ૧૯ વાયરસ હવામાં વધુ સમય સુધી રહે છે જે આપણા શ્વાસ લેતાની સાથે જ શરીરમાં પ્રવેશે છે. તેમણે કહૃાું કે હવે દૃેશ અનલોક થઈ રહૃાો છે જેનાથી પ્રદૃૂષણની સમસ્યા ફરીથી સામે આવી રહી છે. પરંતુ જો કોરોના વાયરસ અને પ્રદૃૂષણ બંને એક સાથે વધશે તો જનતા માટે મુશ્કેલી ઉભી થશે.
    રણદીપ ગુલેરિયાએ કહૃાું કે જે લોકોને શ્વાસ સંબધિત બીમારી જેમ કે અસ્થમા વગેરે છે તેઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમને ફેફસા સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેમણે એમ પણ કહૃાું કે તેનાથી રોગીની બીમારી જટિલ બની શકે છે. તેમણે ચીન અને ઈટાલીના રિપોર્ટ લઈને કહૃાું કે ત્યાંના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યાં એકયુંઆઈ ૨.૫થી વધુ રહૃાો ત્યાં કોરોના કેસમાં ૮ થી ૯ ટકાનો વધારો જોવા મળ્યો.