વાવડામાં દિકરી સાથે પ્રેમ સબંધ ધરાવનાર યુવાનનું લાકડી વડે માથુ ભાંગી નખાયું

અમરેલી,
બાબરાનાં વાવડા ગામે દશામાં ચોકમાં રહેતા અક્ષયભાઈ વિનુભાઈ જમોડ ઉ.વ.26 ધંધો-હીરા ઘસવાનો ઉપર સાર્દુળભાઈ ભીખાભાઈ જાદવ, નિકુંજભાઈ સાર્દુળભાઈ જાદવ, મહેશભાઈ સાર્દુળભાઈ જાદવ ત્રણેય રહે.વાવડા એ અક્ષયને સાર્દુળભાઈની દિકરી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોય જેની જાણ થતા આરોપીઓને થતા તેમને અશ્વિનભાઈની દુકાન પાસે આવી અક્ષયને શરીરે લાકડી વડે માર મારી મરણોત્તર ઈજા પહોંચાડી માથામાં તેર ટાંકા લાવી તેમજ શરીરે મુંઢ ઈજા પહોંચાડી ગાળો આપી હત્યાની કોશીશ કર્યાનો ગુનો દાખલ કરાયો છે.બાબરા પો.સ્ટે.ના ઇન્ચાર્જ.પો.ઇન્સ.આર.એચ.રતન ના માર્ગદર્શન મુજબ બાબરા પો.સ્ટેના પો.સબ ઇન્સ. એ.એમ. રાધનપરા તેમજ કોટડાપીઠા આપો. સ્ટાફ તેમજ સર્વેલન્સ ટીમ તેમજ બાબરા પોલીસની અલગ અલગ બનાવીઆકામનાઆરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી ગુન્હો દાખલ થયાની ગણતરીની કલાકોમાં ગુન્હામાં સંડોવાયેલ ત્રણેય આરોપી શાકુંળભાઇ ભીખાભાઇ જાદવ ઉ.વ.55, નીકુંજ શાર્દુળભાઇ જાદવ ઉ.વ.26, મહેશ શાર્દુળભાઇ જાદવ ઉ.વ.2ને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ