- કુદરતી ઓકિસજન આપતા વૃક્ષરૂપી મશીનો કુદરતે બંધ કરી દીધા : ઓરડીઓ,ખેતઓજારો,ગોડાઉનોને નુકસાન વચ્ચે ધરતીપુત્રોની ગંભીર હાલત
અમરેલી, કોરોનાને કારણે લોકોને ઓક્સિજનની કિંમત સમજાય પણ એ જ સમયે અમરેલી પંથકમાં વાવાઝોડાથી કુદરતી ઓકિસજન આપતા વૃક્ષરૂપી મશીનો કુદરતે બંધ કરી દીધા છે અમરેલી જિલ્લામાં લાખોની સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે અને એ સિવાયની બહુ મોટી નુકશાની છે તેમાય ખેતીપ્રધાન અમરેલી જિલ્લામાં ઓરડીઓ, ખેતઓજારો, ગોડાઉનોને નુકસાન વચ્ચે ધરતીપુત્રોની ગંભીર હાલત ગંભીર છે અત્યારે સ્થિતી એવી છે કે અમરેલી જિલ્લામાં વાવણી માટે ખેડુ પાસે ખાતર નથી સાચુ બિયારણ પણ નથી અને ખેતી માટે રૂપિયા પણ નથી.ખેતી માટે ખાતર બિયારણ અને પાણી મહત્વના હોય છે સરકારે ખાતરના ભાવ વધારવામાં અને ઘટાડવામાં સમય બગાડયો અને હવે સબસીડી જાહેર કરી છે ત્યારે સ્થિતી એવી છે કે અત્યારે ખાતર છે જ નહી અને જ્યારે ખાતર મળતુ થશે ત્યારે બીજી કોઇ તકલીફ આવશે તેવી લાગણી ખેડુતોમાં પ્રવર્તી રહી છે અત્યારના સંજોગોમાં અનુભવીઓના જણાવ્યા અનુસાર વરસાદ સારો પડયો હોય જમીનમાં ભેજ છે અને શિંગ એક મહિના સુધી ટકી શકે છે જેથી મોટી શિગની વાવણી સીવાય કોઇ વિકલ્પ નથી પણ તેના બિયારણનો ભાવ મણના બે હજાર છે પૈસે ટકે પહોંચતા ખેડુતો દ્વારા કુંડલા અને ધારીના ડુંગરાળ પ્રદેશોમાં શિંગનું વાવેતર શરૂ કરી દેવાયું છે કુંડલાના લીખાળા, દોલતી, દેતળ, આંબરડી, બાઢડા સહિતના ડુંગરાળ ગામોમાં તો શિંગની વાવણી ચાલુ થઇ છે પણ કુંડલા તાલુકાના ખારાપાટના 35 જેટલા ગામડાઓની જમીન સુકવવી પડે તેવી હાલત છે જિલ્લાની આર્થિક કરોડરજ્જુ જેવી ખેતીવાડીની માઠી દશા વાવાઝોડાએ બેસાડી છે.